રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ
આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ ભાઈ એમ.વસાવાએ પ્રજાની લાગણી અને માંગણીને વાચા આપી આમોદ મામલતદારને આવેદન પાઠવ્યું હતું. આવેદનમાં જણાવ્યા અનુસાર શહેરની પ્રજાના માર્ચ થી જૂન સુધીના બિલ માફ કરવામાં આવે, ગરીબ અને મધ્યમવર્ગનો પાણી અને મિલકત વેરો માફ કરવામાં આવે તેમજ નાના વેપારીઓનો ધંધા વેરો માફ કરવામાં આવે, તેમજ ખાનગી શાળાઓમાં પ્રથમ સત્રની ફી માફી આપવામાં આવે અથવા સરકાર સહાય ચૂકવે. હાલ કોરોનાની મહામારીમાં ગુજરાતની પરિસ્થિતી વિકટ બની છે. લોકડાઉનને લઈને ધંધા રોજગાર ઠપ્પ થઈ જતાં ગરીબ પ્રજા માટે જીવવું મુશ્કેલ બન્યું છે જેને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર મામલતદાર અધિકારીને કોંગ્રેસના આગેવાનો દ્વારા આવેદન પાઠવી સરકાર પાસે સહાયની માંગણી કરવામાં આવી હતી.