રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા તાલુકાના રાજપડા ગામે રહેતા બુધા બેબુભાઈ ગોઠડીયા સહીત ૯ જેટલા ઈસમો રાજપડા ગામે જાહેરમાં પૈસાની હાર-જીતનો જુગાર રમતા હોય આ અંગે ડુંગર પોલીસને બાતમી મળતા દરોડો પાડી તમામ ૯ ઇસમોને રોકડ રકમ રૂ।, ૨૨૨૦ તથા મોબાઇલ ફોન નંગ,૫ કિંમત રૂ.૫૮૦૦ મળી કુલ રૂ.૮૦૨૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.ડુંગર પોલીસ બનાવ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.