રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના તિલકવાળા તાલુકાના પીંછીપુરા ગામમાં અશ્વિન નદી આવેલી છે. ગામલોકો નદીકિનારે ન્હાવા તેમજ કપડધોવા પશુઓને પાણી પીવડાવવા અવારનવાર જતાં હોય છે. હાલ ઉનાળાની સીજન હોય 42ડિગ્રી તાપમાનમાં ખેતમજૂરી કરીને આવેલ સાંજના સમયે ધરેઆવી ન્હાહવા ગયેલ તે દરમિયાન મહાકાય મગરે પિન્ટુભાઈ બચુભાઈ તડવી ને મગરે શિકાર બનાવ્યો હતો પરંતુ પિન્ટુભાઈ એ હિંમતન હારી મગરે શરીરે પાંચ જેટલી જગ્યાએ ધાકર્યા હતા છતાં સામનો કરી પોતાનો જીવ બચાવ્યો હતો બાદ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા
પિન્ટુભાઈએ જણાવ્યું હતું કે અમારા ગામ અશ્વિન નદી આવેલી છે જ્યાં ગામલોકો ન્હાવા ધોવાતેમજ અન્ય કામ અર્થે જતા હોય છે અહીં અશ્વિન નદીમાં લગભગ 6થી 7 મગર રહે છે આ અગાઉ પણ એક વ્યક્તિનનું મારણ કરવામાં આવ્યું હતું. ઘણા પશુઓનું પણ મારણ કરવામાં આવ્યું છે. આ અગાઉ અમે વનવિભાગને જાણ કરી હતી પરંતુ અત્યાર સુધીમાં માત્ર એકજવાર પીંજરું મુકવામાં આવ્યું હતું પરંતુ પીજરાને પણ તોડી નાખવામાં આવ્યું એટલોમોટો મહાકાય મગર છે પિન્ટુભાઈને શરીરે લગભગ પાંચ જેટલી જગ્યાએ બચકાભર્યા છે હાલ પિન્ટુભાઈથી કોઈન જાતનું કામ થઈ શકે તેમ નથી પિન્ટુભાઈની માગણી છે કે જે તે વિભાગ દ્વારા તેમને સહાય આપવામાં આવે તેમજ ગામલોકોની માગણી છે કે મગરોને રેસ્ક્યુ કરીને અન્ય જગ્યાએ મુકવામાં આવે.