કોરોના મહામારી ના સમય માં અને લોક ડાઉન ના કારણે આજે દેશ માં અનેક પ્રકાર ની સમસ્યાઓ ચાલી રહી છે પણ આવા સમય માં નિરંકારી મિશન માનવતા ની સેવા માં આગડ દેખાય છે. સંત નિરંકારી મંડળ અને સંત નિરંકારી ચેરીટેબલ ફાઉંડેશન દ્વારા દેશ માં અનેક જગ્યાઓ ઉપર સેવાઓ ચાલી રહી છે. અમદાવાદ માં પણ સંત નિરંકારી મિશન દ્વારા અનેક જરૂરતમંદ લોકો અને સેંટ્રલ જેલ માં સુકુ-રાશન આપવા માં આવ્યું છે. લોક ડાઉન દરમ્યાન 704 કીટ રાશન નું વિતરણ અમદાવાદ શહેર માં થયું છે. દર એક કીટ માં લોટ, ઘઉં, કઠોડ, મોરસ, ચોકખા, મરચું અને બીજું જરૂરી સમાન નો સમાવેશ થયું હતું.
કોરોના યોદ્ધાઓ માટે પણ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉંડેશન દ્વારા અમદાવાદ સિટી પોલિસ ને 1500 અને સી.આર.પી.એફ ને 150 ઘરે બનેલા માસ્ક તથા અનેક સેનેટાઈજરો અર્પણ કરવા માં આવ્યા છે તથા સાથે-સાથે એપ્રિલ માં 15 નિરંકારી ભક્તોએ રક્તદાન પણ કર્યું. નિરંકારી મિશન ના પ્રમુખ સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના આદેશ થી આજે વિશ્વભર માં નિરંકારી મિશન ના સેવાદારો માનવ કલ્યાણ ની ભાવના સાથે એમની સેવાઓ આપી રહ્યા છે.
અમદાવાદ ના ઝોનલ ઇન્ચાર્જ શ્રી ધરમપાલ મોટવાણી ના જણાવ્યા મુજબ નિરંકારી મિશન નર સેવા એજ નારાયણ સેવા ના સિદ્ધાંત ઉપર સેવાઓ માં યોગદાન આપે છે. સાથે-સાથે એમને એ પણ જણાવ્યુ કે આ બધીજ સેવાઓ સોશિયલ ડિસ્ટેસિંગ અને સરકાર શ્રી ના ગાઇડ લાઇંસ ને ધ્યાન માં રાખીને કરવા માં આવી છે.