કાલોલ : કોંગ્રસ કાર્યકરોએ મામલતદાર કચેરીમાં મધ્યમ વર્ગ અને ગરીબોને સહાય મળે તે માટેની રજૂઆત કરી

Kalol Latest

છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોવીડ ૧૯ ની મહામારીનો પ્રકોપ ફેલાયો છે. મહામારી ને પગલે સરકાર દ્વારા છેલ્લા ૫૫ દિવસથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. તમામ ધંધા ઉદ્યોગ બંધ હોવાને લીધે ગરીબ અને માધ્યમ વર્ગ માટે આ જીવિકા બંધ થઇ ગઈ હોવાને
કારણે આટલો લાંબો સમય નિર્વાહ કરવું કપરું બન્યું છે. સામાન્ય પ્રજા જનોની હાલત કફોડી બની છે. તે માટે સામાન્ય પ્રજા જનોની સહાય માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા કાલોલ મામલતદાર કચેરી માં નીચેની બાબતો ની રજૂઆત કરવામાં આવી છે.

૧. માર્ચ ૨૦૨૦ થી જૂન ૨૦૨૦ સુધીના તમામ લોકો ના વીજ બિલ માફ કરવામાં આવે.

૨. ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારોના રહેઠાણ , પાણી વેરા, અને મિલકત વેરા માફ કરવામાં આવે તેમજ નાના વેપારીઓની ધંધાના સ્થળના વેરા માફ કરવામાં આવે.

૩. ખાનગી શાળાની આગામી શૈક્ષણિક વર્ષની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે અથવા સરકાર આવી ફીની રકમની સહાય પુરી પડે.

૪. લાંબા લોકડાઉનના વર્તમાન કપરા સંજોગોમાં કૃષિ ધિરાણની મુદ્દલ અને વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે રોકડ રકમની સગવડ નથી ત્યારે સરકાર ધિરાણ પરત કરવાની મુદતમાં વધારો કરવાની સાથે ઓટો રિન્યૂઅલ અમલમાં મૂકે અને વ્યાજ માફ કરે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *