રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
શંખેશ્વર તાલુકા કોંગ્રેસ દ્વારા લોકોના 6 મહિના ના વીજળી બિલ માફ કરવા, ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારો ના ટોટલ વેરા માફ કરવા અને ખાનગી શાળા ની આગામી સેક્ષણિક વર્ષની પ્રથમ સત્ર ની ફ્રી માફ કરવા, ટેકાના ભાવે ચણા ની ખરીદી કરવા તથા ખેડૂતો ના અને ગરીબ મધ્યમ વર્ગના વિવિધ પ્રશ્નો ની લોક માંગણી ને લઈ આજે મામલતદાર કચેરી શંખેશ્વર ખાતે શંખેશ્વર તાલુકા કોંગ્રેસ દ્વારા નાયબ મામલતદાર શ્રી આર.સી.દરજી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ યુવા અગ્રણી અને પાટણ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા ના પ્રમુખ વિનોદ ઠાકોર, તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રહલાદજી ઠાકોર, ખેડૂત અગ્રણી હીરાભાઈ ચાવડા, અને લખાભાઈ કટારીયા તાલુકા કોંગ્રેસ મહામંત્રી જીવાભાઈ ખેર, જિલ્લા મહામંત્રી, ભરત ચાવડા અને અગ્રણી ગણેશજી ઠાકોર હાજર રહ્યા હતા. અને ખેડૂતો અને માલધારીઓ ગરીબો અને મધ્યમ વર્ગના વિવિધ પ્રશ્નો ને લઈ મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.