રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કોવીડ-૧૯ માં ફરજ બજાવતા પોલીસની છબી ખરડાતી હોવાથી લેવામાં આવ્યાં પગલાં.
કેશોદ હોમ ગાર્ડમાં ફરજ બજાવતા કર્મચારી નિરંજન ગોરીદાસ ગોંડલીયા સનંદ નંબર ૭૯૨ ને જીલ્લા હોમગાર્ડ કમાન્ડર વાય.વી.ડોબરીયાએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે કોવીડ-૧૯ માં લાગું કરવામાં આવેલ લોકડાઉનમાં ફરજ બજાવતા હતા ત્યારે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી કરવામાં અને ફરજ દરમ્યાન નિષ્ઠા ન નિભાવતા હોય જેથી પોલીસની છબી ખરડાતી હોવાથી કેશોદ પોલીસ સ્ટેશનનાં પીઆઇ દ્વારા તા.૧૫/૫/૨૦૨૦ નાં કરવામાં આવેલ રીપોર્ટનાં આધારે જીલ્લા કમાન્ડર હોમગાર્ડ દ્વારા ગંભીરતા દાખવી તુરંત પગલાં ભર્યા છે. કેશોદ હોમ ગાર્ડ યુનીટમાં ફરજ બજાવતા અમુક કર્મચારીઓ ખાખીનો રોફ જમાવી કોવીડ-૧૯ માં લાગું કરવામાં આવેલ લોકડાઉનમાં પ્રતિબંધિત વસ્તુઓ બીડી સિગારેટ માવાનું વેપારીઓ પાસેથી અધિકારીઓનાં નામે માલ કઢાવી કાળાબજારમાં સગેવગે કરવામાં સંડોવાયેલા છે ત્યારે આવાં બેજવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે કે કેમ? એ ચર્ચા નો મુદ્દો ટોપ ઓફ ટાઉન બન્યો છે.