કેશોદમાં ઘરોમાં રહીને ઈદુલફિત્ર સાદાઈથી મનાવતુ સમસ્ત મુસ્લિમસમાજ

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

ઈસ્લામ ધર્મનો મહાન ઈબાદતનો મહિનો માહે રમઝાન શરીફ જે ઈસ્લામ ધર્મના પાંચ મહત્વના આધારસ્તંભોમાંનો ત્રીજા ક્રમ પર આવતું મહત્વનું આધારસ્તંભ “માહે રમઝાન શરીફના રોઝા રાખવા ” જે દરેક પુખ્ત તંદુરસ્ત અને મુસ્લીમ મર્દ અને ઔરતો પર ફર્જ છે તે સીવાય ના રમઝાન શરીફના વિશેષ સોપાનોમાં ઈસ્લામ ધર્મનો ધર્મગ્રંથ કુરાન કરીમ નાઝીલ થવું અને માહે રમઝાન શરીફમાં ગરીબ મુસ્લિમ જરૂરિયાતમંદ લોકોને જકાત, ખૈરાત, સદકા, બક્ષિસ, આપી સમાજના આર્થિક નબળા પરિવારોને મદદરૂપ થવું તેમજ પૂરા દિવસનો નકોરડો ઊપવાસ કરીને પોતાની તંદુરસ્તી સુધારાની સાથે સાથે અલ્લાહની બંદગીમાં લીન થઇ આધ્યાત્મિક્તા પ્રાપ્ત કરીને આંતરીક અને બાહ્ય શક્તિઓ પૂરા વર્ષ માટે પ્રાપ્ત કરવી, આવા મહાન ધ્યેયો વાળો મહીનો માહે રમઝાન શરીફ આ વર્ષે ગતમાસ થી શરૂથયેલ જે ગઈ કાલના રોજ ચંદ્રદર્શન થતા પૂર્ણ થયેલ અને ગઈ કાલના રોજ ઈદુલફિત્ર તરીકે કેશોદ મુસ્લિમ સમાજે હાલ ચાલી રહેલ લોકડાઉનના સંજોગોને ધ્યાનમાં રાખીને ઘરો માં જ રહીને ઈદ મનાવેલ છે.
કેશોદ શહેરમાં વસતા લગભગ ૨૦૦૦/ મુસ્લીમ પરિવારો ચાલુ સાલમાં માહે રમઝાન શરિફની ફઝીલતો સૌ પોતપોતાના ઘરોમાં રહીને ઈબાદત બંદઞી કરી. ખાસ કરીને આ વિકટ સમયમાં વિશ્વભરમાં કોરોનાની મહામારીના કહેરને નેસ્ત નાબુદ કરીને ફરી વિશ્વસમૂદાય પોતપોતાના રોજિંદા જીવન પર ફરી કાર્યરત થાય તેવી દુઆઓ અલ્લાહ ત્આલા પાસે આઝીઝી સાથે કરીને માહે રમઝાન પૂર્ણ કરેલ છે તેમજ સાદઞી અને ઘરમાં રહીને જ આજે ઈદુલફિત્ર મનાવેલ છે અને આવનારા માહે રમઝાન શરીફ રાબેતા મુજબ ખુશહાલમય માણી શકે તેવી આશાઓ સાથે ઈદના દિવસને દુઆઓ સાથે પૂર્ણકરી માહે રમઝાનને અલ્વીદા કરેલ છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *