રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનાનાં ગીરગઢડા તાલુકાનાં જુડવડલી ગામની સિમમાં એક સિંહણે થોડા માસ પહેલા ૪ બચ્ચાને જન્મ આપ્યો હતો જેમાં આજે સીમ વિસ્તારમાં વન વિભાગના કર્મચારીને એક સિંહ બાળનો મૃતદેહ નજરે પડેલ હતો અને પ્રાથમિક તપાસમાં ઈનફાઈટમાં મૃત્યુ થયાનો અંદાજ છે તેમનો દોઢમાસનો મૃતદેહ જશાદાર એનીમલ કેર સેન્ટરમાં પોસ્ટ મોટર્મ માટે ખસેડાયો છે.
એક સિંહ બાળપણ બિમાર હોવાની માહિતી મળી છે.તે માતા સાથે છે. વન વિભાગના કર્મચારી તેમને વોચ રાખી રહેલા છે બીજા બે બચ્ચા તંદુરસ્ત હોવાનું જાણવા મળેલ છે. હાલ જુડવડલી ખાપટ સીમ વિસ્તારમા ૪ સિંહનું ગ્રુપ વસવાટ કરી રહ્યુ છે.