રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનાના નાલીયા માંડવીથી એહમદફર માંડવી સુધી અચાનક બાવળનાં જંગલમાં આગ લાગતા ૬ કલાકની જહેમતબાદ આગ ઉપર કાબુ મેળવ્યો ૨૫ વીઘાથી વઘુ વિસ્તારમાં બાવળના ઝાડ બળીને રાખ થઈ ગયા હતા.
ઉના તાલુકાના નાલીયા માંડવી ગામની પાછળ દરીયાની ખારાસ રોકવા બાવળનું જંગલ વરસો પહેલા ઉગાડેલું હતું. જેમાં સિંહ, દિપડા, રોઝ નિલગાય, હરણ વિગેરે પ્રાણી પશુ રહે છે. આજ સવારે કોઈ પણ રીતે બાવળના જંગલમાં આગ લાગતા સવારે ૯.૩૦ કલાકે ધુમાડાના ગોંટા તથા અગ્ની જવાળા દેખાઈ હતી અને વન વિભાગને ગામના આગેવાનો એ જાણ કરતા ફાયર બ્રિગેડ તથા વનકર્મિઓ આગ ઠારવા પ્રયત્નો કરેલ પરંતુ પવનની ઝડપે હોય આગ ફેલાતી જતી હતી મહામહેનત બાદ બપોરે ૩ વાગ્યે આગ સંપુર્ણ બુઝાઈ ગઈ હતી અંદાજીત ૨૫ થી વધુ વિધા જમીનમાં ઉગેલ બાવળના ઝાડો બળીગયાનો અંદાજે છે.અને વન્યપ્રાણી તથા પશુઓ સલામત જગ્યાએ ચાલ્યા ગયાનું અનુમાન લગાવાય રહ્યું છે.આગ કેવી રીતે લાગી તેનુ કારણ અકબંધ છે. તેની તપાસ વનવિભાગ કરી રહ્યું છે.