રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રાજ્ય સરકાર દ્વારા કોરોના અંતર્ગત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના પાનતલાવડી ગ્રુપના 33 શિક્ષકો દ્વારા કવિડ ૧૯ ઓનલાઇન તાલીમ લેવાઈ, જેમાં શિક્ષકોને કોરોનાથી કઈ રીતે રક્ષણ મેળવવું, કઈ રીતે પીપીઈ કીટ પહેરવી, એન-૯૫ માસ્ક કઈ રીતે પહેરવું, હેન્ડવોશ કઈ રીતે કરવા તેમજ કોરોના થી કઈ રીતે લડવું તે બાબતે સજાગ કરવામાં આવ્યા.આ તાલીમનું ઓનલાઇન પ્રમાણપત્ર પણ મળેલ જેના દ્વારા બીઆરસી દેવેન્દ્રભાઈ જાદવ, ગૃપાચાર્ય અને ખજાનચીશ્રી તાલુકા શિક્ષક સંઘ, મનનભાઈ પ્રજાપતિ સાહેબ, સીઆરસી દિનેશભાઈ નાઈ તરફથી શુભેચ્છા પણ મળેલ છે.