રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
આજરોજ ગવાણાગામના શ્રી વશરામભાઈ પરમાર ઉચ્ચ શિક્ષણ મેળવી અમદાવાદની નામાંકિત કોલેજ આર.બી.સાગર કોલેજના પ્રિન્સીપાલ પદે ફરજ બજાવી તાજેતરમાં વયમર્યાદાના કારણે સેવાનિવૃત થયા અને જબ્બરજસ્ત સામાજીક સન્માન મેળવ્યુ. પરિવારમાં સંતાનોને સારું શિક્ષણ આપી તેમજ તેઓના જીવનસંગિની અર્ધાગીની શ્રીમતી સોનલબેન અને પ્રો. ડૉ. વશરામભાઈ પરમારના આજરોજ લગ્નને ૪૧ વર્ષ પુરા થયા એમના લગ્નના ૪૨ માં વર્ષમાં પ્રવેશ કરતા એમના તરફથી નજીકના ગામ દસાડામા હાલમા કોરોનો મહામારીના આ કપરા સમયમાં ગરીબો અંત્યોદય પરિવારોમા બારોટ સમાજ ગુરૂ બ્રામણસમાજ સાધુ સમાજના જરૂરિયાત મંદ પરિવાર ને ૧૫ કીલો ઘંઉ ૧કીલો ગોળ અને સાધુસમાજને રોકડ ભેટપુજા કરી એમના લગ્નજીવનની ૪૧મી વર્ષગાંઠ ની ઉજવણી કરવામાં આવી. એમના જીવનસંગિની દરેક કાર્યમા ખભેખભો મિલાવી સાથસહકાર આપતા રહયા છે. આમ જરૂરિયાત મંદ પરિવારને કીટ આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખાસ જરૂરિયાત મંદને કીટ મળતા એમનો પણ આનંદ અનેરો હતો. આ કીટ વિતરણમાં તેમના ધર્મપત્ની શ્રીમતી સોનલબેન, ડૉ. હિમાંશુ પરમાર ચોવીસી મહંત પ.પૂજય ભાણદાસ બાપુ દસાડા, જયંતીભાઈ મકવાણા, દસાડા શબ્બીરભાઈ મીર સાથે રહયા હતા.
પ્રો.ડૉ.શ્રી વશરામભાઈ પરમાર યુવાઅવસ્થાથી રાજકારણના હિમાયતી અને અનુભવી હતા. દસાડા તાલુકા પંચાયતમાં પૂર્વ ઉપપ્રમુખ તરીકે કાર્યકાળ સંભાળેલ છે. તેમજ વણકર સમાજ મા સામાજીક સમરસતા અને સમાજમા શિક્ષણનો વ્યાપ વધારવા સામાજીક સંગઠન કરીને કાર્યરત રહયા છે. કોગ્રેસના એક સારા સંનિષ્ઠ કાર્યકરની ભુમીકામાં પણ તેમનું નામ છે. તેમજ ૧૯૮૮-૮૯ ખારાપાટ વણકર સમાજ સમુહ લગ્ન સમિતિની સ્થાપના કરવામાં તેમની યોગ્ય ભૂમિકા હતી. સમુહલગ્ન સમિતિના પ્રણેતા સ્થાપક પ્રમુખ સતત ૧૧થી ૧૨ વર્ષપ્રમુખ રહયા અને હાલ સલાહકાર તરીકે કાર્યરત એવા ડૉ.વશરામભાઈ પરમારની ૪૧ મી એનિવર્સરી નિમિત્તે આજરોજ જોરદાર સેવાકકીય પ્રવૃત્તિમા અંત્યોદય પરિવારની આંતરડી ઠારવાનુ ઉત્તમ કામ કરી તેમના લગ્નજીવનની વર્ષગાંઠની ઉજવણી કરવા બદલ ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન આવા પીઢ અનુભવી આગેવાનને પણ આગામી સમયમાં સારી તક મળે એવી માંગ છે. આજરોજ શ્રીમતી સોનલબેન તેમના ધર્મપત્ની અને તેમના પુત્ર ડૉ. હિમાંશુ પરમારની આ નેમ સાથે એનિવર્સરીની ઉજવણી ગરીબ જરૂરિયાત મંદ પરિવારને સંતોષ આપી કરવામાં આવી.