રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાથમિક શિક્ષક સંઘ લુણાવાડાના પ્રમુખ બિપિનકુમાર પટેલ તથા લુણાવાડા તાલુકા આરોગ્ય મંડળના પ્રમુખ સંજય કુમાર પટેલ દ્વારા ફાઇટ અગેઇન કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક મેડિકલ ઓફિસર ચાપેલી ના માર્ગદર્શન હેઠળ લુણાવાડા તાલુકાના માળીયા ગામે આયુર્વેદિક ઉકાળો બનાવી, ગામમાં વિતરણ કરવામાં આવ્યો. આ ગામમાં આશરે ૨૦૦ થી ૩૦૦ જેટલા વ્યક્તિઓએ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે આ ઉકાળાનો લાભ લીધો હતો.