રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
સમાજની વ્યવસ્થા ટકાવી રાખવામા સંતો અને ધર્માંચાર્યો નું મહત્વનું યોગદાન છે.કુંવરજીભાઈ બાવળીયા
પાટણ જીલ્લાના શંખેશ્વર ખાતે 108 ભક્તિ વિહાર ના પ્રાગણે આજ રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા એ મુલાકાત લીધી.જેમાં જ્યોતિષાચાર્ય ડો પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા ને વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરેલ.સાથે સાથે જંગમરત્ન તીર્થ પ્રેરક પૂજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ નયશેખર વિ મ.સા ને વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરેલ.સાથે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન ની મૂર્તિ અને હિતશિક્ષા છત્રીશી પુસ્તક અર્પણ કરેલ.લોકડાઉન દરમિયાન પ્રેમરત્ન પરિવાર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ભોજન આપવામાં આપવામાં આવેલ અને લોકસેવાની પ્રવૃત્તિ ની વિગતો મંત્રીને ધ્યાને મૂકેલી ત્યારબાદ આ સેવા ના કામ સાથે જોડાયેલા સૌ કાર્યકર્તાઓનું મંત્રીશ્રીએ ખાસ બહુમાન કરી તેમની પ્રવૃત્તિને બિરદાવી હતી.અને સાથે સાથે જેનમો છેલ્લા 35 દિવસ થી આ ભોજન કાર્યમાં તન-મન-ધન થી વિશેષ સહિયોગ પ્રાપ્ત થયેલ છે.એવા જીજ્ઞાબેન શેઠ નું સન્માન પત્ર દ્વારા બહુમાન કરેલ.કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ જણાવ્યું હતું કે સંતો આદર્શ સમાજના નિર્માણ મા મહત્વની ભૂમિકા ભજવે છે એમ જણાવી કહ્યું હતું કે,યુવા સન્યાસી મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃતિઓ અભિનંદનને પાત્ર છે.
આવા કપરા કાળમાં સમાજના ગરીબ,પીડિત અને જરૂરિયાતમંદ લોકો ને યથાયોગ્ય મદદ કરવી એજ સાચો ધર્મ છે એમ મંત્રીશ્રીએ જણાવી સૌ સેવાવ્રતી કાર્યકર્તાઓને ફરી અભિનંદન પાઠવ્યા હતા.અને સુચારૂ સમાજ વ્યવસ્થા ટકાવી રાખવામા સજ્જનો, સંતો અને ધર્માંચાર્યોનું મહત્વનું યોગદાન છે.સમાજને સંસ્કૃતિ અને સંસ્કારોનું જ્ઞાન આપી જાગૃતિ લાવવાનું કાર્ય સંતપુરુષોના માધ્યમથી થઈ રહ્યું છે. પોતાના જીવનમાં આધ્યાત્મિકતાની અલખ જગાવવાનું કાર્ય કરીને સંતો જનહૃદયમાં અમર બની જાય છે.સાથે કોરોના વોરિયર્સ રૂપે જે હાલમાં સેવા કરી રહયા છે.એવા શ્રી જીજ્ઞાબેન શેઠ,શ્રી બ્રિજેશભાઈ ભંડારી અને શ્રી કૌશલભાઈ જોષી નું પણ સન્માન પત્ર દ્વારા બહુમાન કરવામાં આવેલ.આ પ્રસંગે 108 ટ્રસ્ટ તરફ થી કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા નું શાલ ઓઢાળી,માળા પહેરાવી અને ઘડીયાળ આપીને સન્મામ કરવામાં આવેલ.આ તકે વિવિધ સામાજીક અને સેવાકીય કાર્ય સાથે જોડાયેલા નગરના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.