ભક્તિનગર પોલીસે લોકડાઉન દરમ્યાન બે અલગ-અલગ જગ્યાએ છાપો મારી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Latest Rajkot

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર

પો.કમી. શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો.કમી.શ્રી ખુરશીદ એહમદ તથા ડી.સી.પી. ઝોન -૧ શ્રી રવિ મોહન સૈની તથા એ.સી.પી. શ્રી એચ.એલ.રાઠોડ પૂર્વ વિભાગ તથા પો.ઇન્સ.વી.કે.ગઢવીની સુચના અન્વયે હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોય જે સબંધે તકેદારીના ભાગરૂપે નોવેલ કોરોના વાઇરસના વધતા સંક્રમણને અટકાવવા માટે તેમજ સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા દરમ્યાન સંપૂર્ણ કર્ફયુ ની અમલવારી કરવા માટે તેમજ પ્રોહી. જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા માટે ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તથા પો.હેડ.કોન્સ રણજીતસિંહ પઢારીયા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણાને મળેલ બાતમી આધારે ભકિતનગર સોસાયટી શેરી નંબર -૧ ખાતે જાહેરમાંથી તથા લક્ષ્મીવાડી શેરી નં .૨૦ ખાતે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.

આરોપીનું નામ સરનામા :
( ૧ ) પ્રશાંત ઉર્ફે પસીયો કિશોરભાઇ પરમાર રહે.રાજકોટ
( ૨ ) મોહિત દિનેશભાઇ વાઘેલા રહે.લક્ષ્મીવાડી શેરી નં .૨૦ રાજકોટ, મુદામાલ : રોયલ ચેલેન્જ કલાસીક વ્હીસ્કીની બોટલો નંગ -૯૦ જેની કુલ કી.રૂ. ૪૫,૦૦૦ /
આ કામગીરી કરનાર અધી. / કર્મચારીઓ : આ કામગીરીમાં પો.ઇન્સ. વી.કે.ગઢવી તથા પો.સબ.ઇન્સ. પી.બી.જેબલીયા તથા પો.હેડ.કોન્સ. વિક્રમભાઇ ગમારા તથા રણજીતસિંહ પઢારીયા તથા મહેન્દ્રસિંહ ડોડીયા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા તથા દેવાભાઇ ધરજીયા તથા વાલજીભાઇ જાડા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા મનીષભાઇ શીરોડીયા તથા મેહુલભાઇ ડાંગર તથા રવીરાજભાઇ પટગીર તથા હિતેષભાઇ અગ્રાવત તથા રાજેશભાઇ ગઢવી રોકાયેલ હતા.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO ૯૮૧

સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *