રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
ઓણસાલ હળવદમાં ૩૧૦ હેકટરમાં વાવેતર કરાયું હતું. ૭૭૫૦ટન ઉત્પાદન થયું છે પરંતુ ખેડૂતો મફતના ભાવે ડુંગળી વહેચવા બન્યા મજબૂર
ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી સૌ કોઈને રડાવી રહી છે. ડુંગળી ખાતા સમયે લોકોની આંખોમાં આંસુ વહેવા લાગે છે. જોકે હાલ તો ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ આ કસ્તૂરી રડાવી રહી છે. કારણ કે એક મણ ડુંગળીના ભાવ તળીયે બેસી ગયા છે. જ્યારે વેપારીઓ પાસે પણ જૂની ડુંગળીનો સ્ટોક પડ્યો હોવાથી ડુંગળીનું વેચાણ થઈ શકતું નથી. જેને કારણે ચોમાસુ સિઝનનુ વાવેતર કરતા ખેડૂતોને હાલ નાણાંની જરૂરીયાત હોય તેવા સમયે જ ડુંગળીનો પાક મફતના ભાવે ખેડૂતો વેચવા મજબૂર બન્યા છે.
હળવદ તાલુકામા ખેડુતો આ સાલ ૩૧૦ હેક્ટરમાં મોંધા ભાવના વિયારણ ખરીદીને ડુંગળીનુ વાવેતર કર્યુ હતું રાત દિવસ કાળી મજુરી કરી ડુંગળીનો પાક તૈયાર કર્યો જ્યાં ખેડૂતો એ એક મણ દિઠ 130 રૂપીયાનો ખર્ચ કર્યો જે એક વિધામા જમીનમાં 25 હજાર જેટલો ખર્ચ થાય છે. પરંતુ જ્યારે ડુંગરી વેચાણમા બજારમાં મુકીતો બજારમા ભાવ 70 થી 80 જેટલા જ ભાવ મળતા ખેડુતોનો ખર્ચ પણ નીકળે તેમ નથી હાલતો ખેડુતોએ પાકના ભાવ સારા આવાની આસાઓ ડુંગળી ખેતરમાં જ રાખી છે. પણ બીજી તરફ લાંબા સમય સુધી ડુગરી જો ખેતરમા રાખવામા આવેતો પાક બગાડવાની પણ ભીતી સર્જાય રહી છે.