રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
કોરોના અને લોકડાઉનના માહોલ વચ્ચે લગ્ન પ્રસંગ બનશે યાદગાર
વર-કન્યા અને ગોરમહારાજે માસ્ક પહેર્યું
હાલ જ્યારે વિશ્વભરમાં કોરોના વાયરસ મહામારીથી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે ભારતમાં તા.22 માર્ચના જનતા કરફ્યુ પછી તા.24ની વહેલી સવારથી 21 દિવસનું લોકડાઉન માન.વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારપછી એક ઉપર એક,એક ઉપર એક એમ સતત ચાર લોકડાઉન જાહેર કરવામાં આવ્યા હાલ જ્યારે ચોથું લોકડાઉન ચાલુ છે ત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ૫૦ લોકોની હાજરીમાં લગ્ન પ્રસંગો યોજવા માટેની છુટછાટ આપવામાં આવી છે જે અંતર્ગત વિરમગામના ફુલવાડી વિસ્તારમાં એક પરિવારના ઘરે હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અનોખા લગ્ન યોજાયા હતા જેમાં વર-કન્યા અને ગોરમહારાજે માસ્ક પહેર્યું હતું. તેમજ આ પ્રસંગે સામાજિક અંતર જોવા પણ મળ્યું હતું. જોકે કોરોના અને લોકડાઉનના માહોલ વચ્ચે લગ્ન પ્રસંગ યાદગાર બનશે.