રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ગુજરાત સરકાર દ્વારા કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લાગું કરવામાં આવેલ લોકડાઉન-૪ માં ઓડ-ઈવન પધ્ધતિ હેઠળ વેપાર ધંધા રોજગાર કરવામાં છુટછાટ આપવામાં આવી હતી જેનાં પગલે જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ત્યારે કેશોદ શહેરમાં વેપારીઓ દ્વારા ઓડ-ઈવન પધ્ધતિ નો વિરોધ કરવામાં આવ્યો છે. કેશોદ મોબાઈલ એશોશીએશન પ્રમુખ રાજુભાઈ બોદર દ્વારા સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ટેલી મીડિયા માં કેશોદ શહેરના વેપારીઓ ને અપીલ કરી તા.૨૦મી મે નાં રોજ સવારે અગીયાર વાગ્યે ધંધા રોજગાર બંધ રાખી પંદર મિનિટ કાળાં વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. કેશોદ મોબાઈલ એશોશીએશન,કટલેરી બજાર એશોશીએશન અને કાપડબજાર એશોશીએસન જોડાયા હતા અને કેશોદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને કેશોદ શહેર વેપારી મંડળ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં સ્થિતિ ગંભીર બની હોય જુનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિહ ની રજૂઆત સાંભળી સરકાર માં રીપોર્ટ કરવાની ખાત્રી આપતાં આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું. જ્યારે તંત્ર દ્વારા ઉપલી કચેરીને રીપોર્ટ કરી વેપારીઓ ની રજૂઆત અંગે નિર્ણય લેવા વહીવટી કામગીરી શરૂ કરી હતી પરંતુ કેશોદ મોબાઈલ એશોશીએશન પ્રમુખ રાજુભાઈ બોદર દ્વારા ઓડ-ઈવન પધ્ધતિ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલ આંદોલન તોડી પાડવા કેશોદ વેપારી મહામંડળ મંત્રી શૈલેષભાઈ સાવલીયા દ્વારા પોતાના વોટ્સએપ નંબર પરથી જુદા-જુદા વેપારીઓને અને પોતાના એડમીન વાળાં ગ્રુપમાં મેસેજ વાયરલ કરી કેશોદ મોબાઈલ એશોશીએશન પ્રમુખ રાજુભાઈ બોદર દ્વારા ઓડ-ઈવન પધ્ધતિ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલ આંદોલનમાં ન જોડાવાની સુચના આપી આંદોલન તોડી પાડવા માટે દુષ્કૃત્ય આચર્યું હતું જેના વિરુદ્ધ માં કેશોદ પોલીસ સ્ટેશનમાં કેશોદ મોબાઈલ એશોશીએશન પ્રમુખ રાજુભાઈ બોદર દ્વારા ફરિયાદ નોંધાવી પગલાં ભરવા માંગણી કરી છે. કેશોદ કાપડબજારમાં ઓડ-ઈવન પધ્ધતિ હેઠળ વેપાર ધંધા રોજગાર એકી બેકી તારીખ મુજબ ચાલું રાખવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતાં કેશોદ કાપડબજાર બંધ કરી વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે કેશોદ વેપારી મહામંડળ મંત્રી દ્વારા દુકાનો ખોલાવવાનો પ્રયત્ન કરતાં સામાન્ય બોલાચાલી પણ થઈ હતી. કેશોદ મોબાઈલ એશોશીએશન પ્રમુખ રાજુભાઈ બોદર દ્વારા ઓડ-ઈવન પધ્ધતિ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલ આંદોલન તોડી પાડવા કેશોદ વેપારી મહામંડળ મંત્રી શૈલેષભાઈ સાવલીયા દ્વારા સોશ્યલ મીડિયા માં મેસેજ વાયરલ કરી કેશોદ શહેરમાં વેપારીઓ ને ગેરમાર્ગે દોરવા બદલ અને કોરોના મહામારી માં ઉશ્કેરાટ ફેલાવવા બદલ તેમજ કેશોદ મોબાઈલ એશોશીએશન પ્રમુખ રાજુભાઈ બોદર ની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ફોજદારી ધારાની કલમ હેઠળ અને સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે રૂબરૂમાં રજુઆત કરી છે. કેશોદ શહેરમાં વેપારીઓ વચ્ચે વિગ્રહ ફેલાવનાર કેશોદ વેપારી મહામંડળ મંત્રી શૈલેષભાઈ સાવલીયા વિરુદ્ધ કેશોદ પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવશે કે કેમ તે આવનારાં દિવસોમાં ખબર પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદમાં ચેમ્બર ઓફ કોમર્સ વ્યાપારી મહા મંડળ સહીતના સંગઠનોના જુદા જુદા નિર્ણયોથી વેપારીઓ પણ મુંઝવણમાં મુકાઇ રહ્યા છે.