હાલોલ તાલુકાના તરખંડા ગામે કોરોના પોઝિટિવ કેસ મળી આવતા હાલોલ તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી ગામડામાં કોરોના નો કેસ મળી આવતો જિલ્લા આરોગ્ય ખાતુ તેમજ પંચમહાલ જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્ર હાલોલ તાલુકાના તરખંડા ગામે દોડી આવ્યું આવ્યું હતું.
હાલોલ તાલુકાના તરખંડા ગામે રહેતા કિરીટ સિંહ રંગીતસિંહ ચૌહાણ ઉમર ૩૫ ના ઓ મહારાષ્ટ્ર નોકરીએ ગયા હતા પરંતુ કોરોના ને લઇ આખા દેશમાં લોકડાઉંન થઈ જતા કિરીટ ચૌહાણ આજ રોજ પોતાને ઘેર આવી ગયો હતો જેથી આરોગ્ય ખાતાએ કિરીટ બીજા રાજ્યમાંથી આવ્યો હોવાની વાત ખબર પડતાં કિરીટ ચૌહાણ ના ઘરે પહોંચી તેને કોરન્ટાઇન કરી તેના કોવીડ-૧૯ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગત રોજ મોડી રાત્રે કિરીટ નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય ખાતુ તરખંડા ખાતે દોડી આવી કિરીટ ચૌહાણ તાત્કાલિક તાજપુરાક્વિડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.
હાલોલ તાલુકાના ગામડા માં કોરોના સંક્રમિત નો પ્રથમ કેસ મળી આવતો જિલ્લા વહીવટી તેમજ આરોગ્ય ખાતુ દોડતું થયું હતું આ પંચમહાલ જિલ્લાનો ગામડાનો પ્રથમ કે હોય તેઓ જાણવા મળી આવ્યું છે નાનકડા ગામમાં કોરોના થઈ ગયો હોવાની વાત વાયુવેગે ફેલાતા ગામડાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.