રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
સિધ્ધરાજ જયસિંહ ની માતા મીનળદેવી દ્વારા જળસંચય માટે બનાવવામાં આવેલું વિરમગામ શહેર ની આન બાન શાન સમૂહ શહેર ની પશ્ચિમે આવેલ સોલંકીયુગનું ઐતિહાસિક મુનસર તળાવ આવેલ છે આ તળાવ જોવાલાયક સ્થળ તરીકે પર્યટન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ તળાવને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે તળાવની મધ્યમાં મુનસરી માતાનું મંદિર નીચેના ભાગે વરસાદી પાણી સાચવવા નો માર્ગ છે ત્યારે ગત વર્ષ મુનસરી માતાના મંદિરના પાછળના ભાગેથી પાણી આવવાના માર્ગની સફાઇ ન થવાના કારણે આ વર્ષ મુનસર તળાવ માં પાણી ખલાસ થઈ જતા સુકાઈ જવા પામેલ છે ત્યારે રાજ્ય સરકારની ગાઇડ લાઇન અને આદેશ મુજબ શ્રમિકોને રોજગારી મળે તે હેતુસર સુજલામ સુફલામ મનરેગા યોજના હેઠળ આ તળાવને ઉંડુ કરવા માટે વિરમગામ શહેરના જાગૃત યુવાન ગૌરવ શાહ દ્વારા કલેકટર શ્રી, નાયબ કલેકટર શ્રી, સંસદ સભ્ય, ધારાસભ્ય શ્રી ને લેખિતમાં રજૂઆત કરી ચોમાસા પહેલા તળાવને ઉંડુ કરવાની કામગીરી કરવામાં આવે તો જળસંચય માટે બનાવેલ તળાવનો ઐતિહાસિક વારસો સચવાય ચોમાસા પૂર્વે વરસાદી પાણી આવવાનો માર્ગ બંધ છે તે ખુલ્લો કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે ઘણા વર્ષ બાદ તળાવ પાણી વગર સુકાઈ ગયેલ છે.