રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
જિલ્લામાં હોમ કોરેન્ટાઈન્સના નિયમનું ઉલ્લંઘન કરતા અને માસ્ક ન પહેરી આંટા મારતા લોકોને ઝડપી લેવા ફ્લાઈંગ સ્કવોડની રચના કરી છે. જેના પગલે રાજુલામાં મામલતદાર કે.આર.ગઢીયા અને નાયબ મામલતદાર એચ.એમ.વાળા દ્વારા શહેરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 35 વેપારી માસ્ક ન પહેરતા ઝડપાઇ જતા રૂપિયા 7000 અને ગ્રામ્ય વિસ્તારોમાં 13 વ્યક્તિ જાહેરનામાનું ઉલ્લંઘન કરતા રૂપિયા 2600નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અહીં સમગ્ર દિવસ દરમિયાન ફ્લાઈંગ સ્કવોડે 48 લોકોને ઝડપી રૂપિયા 9600નો દંડ ફટકાર્યો હતો. તેમજ અહીં ફ્લાઈંગ સ્કવાોડ દ્વારા વેપારીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા સૂચના આપી હતી. અહીં વેપારીઓ સોશ્યલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતા ઝડપાશે તો કાર્યવાહી કરવાની ચિમકી આપી હતી.