રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ ગામની ચમારિયામાં આવેલ વાડીમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે નવ પત્તાપ્રેમીઓને ઝડપી પાડીને ૨.૭૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી સ્ટાફના ઈશ્વરભાઈ કલોતરા, નીરવભાઈ મકવાણાને બાતમી મળેલ કે હળવદ ખાતે રહેતા જીગ્નેશભાઈ ભગવાનભાઈ દલવાડી પોતાના કબ્જા વાળી હળવદ ગામની ચમાંરિયા સીમમાં આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતો હોવાની બાતમીના આધારે દરોડો પડી ત્યાં જુગાર રમી રહેતા જીગ્નેશભાઈ ભગવાનભાઈ દલવાડી, ભરતભાઈ નવલભાઈ ઠક્કર, હિતેશભાઈ મનસુખભાઈ લોરિયા, વિરમભાઇ શિવાભાઈ હડીયલ, હરેશભાઈ દલીચંદ લોરિયા, જયેશભાઈ બચુભાઈ વડગાસિયા, જીગ્નેશભાઈ વ્રજલાલ માકાસણા, અરવિંદભાઈ ઘનશ્યામભાઈ ચાવડા અને અજીતભાઈ સોમાભાઈ ગોહિલને રોકડ રકમ રૂપિયા ૧,૬૧,૧૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૧૦ કીમત રૂ.૩૬,૫૦૦ તથા મોટર સાઈકલ નંગ-૪ કીમત રૂ.૮૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૨,૭૭,૬૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલ.સી.બી. ટીમની આ કામગીરીમાં વિક્રમસિંહ બોરાણા, દીલીભાઈ ચૌધરી, ચંદુભાઈ કાણોતરા, રજનીકાંતભાઈ કૈલા, જયવતસીન ગોહિલ, ચંદ્રકાન્તભાઈ વામજા, દશરથસિંહ પરમાર, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભરતભાઈ મિયાત્રા, નીરવભાઈ મકવાણા, યોગેશદાન ગઢવી, ભગીરથસિંહ ઝાલા, આસીફભાઇ ચાણક્ય, ભરતભાઈ જીલરીયા, અશોકસિંહ ચુડાસમા અને સતીશભાઈ કાંજીયા સહિતની ટીમે કરેલ છે.