રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના તાલુકાનાં કાળાપાણ અને જખરવાડા સીમર ગામના દરીયા કિનારેથી છેલ્લા ઘણા સમયથી દરીયા રેતીનુ ખનન થઈ રહયુ છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ જ તપાસ કે ખનીજ ચોરી રોકવા કાર્યવાહી થતી ન હોવાથી ખનીજ માફીયાઓ બેફામ બનીને રાત દિવસ ખનીજની ચોરી કરી રહયા છે અને નવાબંદર પોલીસ દ્વારા અવાર નવાર ખનીજ ચોરી ઝડપીને સાદી રેતી ભરેલા ટ્રેકટર દર્શાવાય છે હકીકતમાં આ ટ્રેકટરોમાં દરીયાઈ રેતી હોઈ તે દર્શાવવુ જરૂરી છે અને રોજકામ પણ કરાય તો ટ્રેકટરો છોડાવવામાં ભુમાફીયાઓને તકલીફ થાય અને ખાણ ખનીજ તંત્ર દ્વારા રેતી ચોરી અટકાવવા પગલા લેવાઈ તેવી માંગ ઉના પ્રાંત કચેરીને લેખીતમાં માંગ આરટીઆઈ એકટીવીસ્ટ હર્ષદ સી.બાંભણીયાએ કરી છે.