રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
લોકડાઉન-4 માં મોટા ભાગની કોપ્લેશ તેમજ બજારો દુકાનો છુંટછાટ આપી દેવામાં આવી છે,જોકે તેના કારણે વેપારીઓ તેમજ લોકો એકત્રિક થતા હોઈ તેવી જગ્યાએ ઓડ-ઇવન પદ્ધતિ મુજબ દુકાનો ખાલવામાં આદેશ આપ્યો છે.લોકડાઉન ના સમયગાળા દરમ્યાયન શું દુકાનો ખુલ્લી રાખી શકાશે અને કેટલા વાગ્યા સુઘી સહિતની રૂપરેખાનું અને પ્રતિબંઘાત્મક આદેશનું જાહેરનામું નગરપાલિકા ચીફ ઓફિસર સાગર રાડીયા દ્વારા જાહેરનામા મુજબ હળવદ માં ચાર કે તેનાથી વઘુ વ્યક્તિઓએ એકઠા થવુ નહીં, સામાજીક રમતગમત, ધાર્મિક તથા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ પણ પ્રસંગો થઇ શકશે નહીં, શહેરી વિસ્તારમાં આવેલ માર્કેટ, શોપિંગ કોમ્પલેક્ષમાં આવેલ તમામ દુકાનોને ઓડઇવન પધ્ધતિથી ખોલવાની રહેશે, ચીજવસ્તુઓની દુકાનો ખોલવા માટેનો સમય સવારે 8 થી બપોરે 3 રહેશે. ખાનગી ઓફિસો 33 ટકા સ્ટાફ સાથે ચાલુ રાખી શકાશે. ટુ વ્હીલરમાં એક અને ફોર વ્હીલ, ઓટો રીક્ષા, ટેક્સીમાં ડ્રાઈવર સહિત 3 વ્યક્તિઓ જઇ શકશે. પાન- માવાની દુકાનો સામાજિક અંતર જાળવી ચાલુ રાખી શકાશે.જિલ્લામાં તમામ પ્રકારના બાંધકામની પ્રવૃતિ, તમામ પ્રકારના ધંધા સાથે સંકળાયેલ તમામ પ્રકારની પ્રવૃતિ કરી શકાશે. જીલ્લામાં સાંજના 7 થી સવારે 7 વાગ્યા સુધી કોઇએે મંજુરી વગર અવર-જવર કરી શકશે નહીં.