રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
બાબરા તાલુકાના નીલવડા ગામે શિમ વિસ્તારમાં વસવાટ કરતા કોળી પરિવારના આધેડે ગૃહ કંકાસ ના કારણે પોતાની પત્ની ની માથા ના ભાગે કોદાળી ના ઘા મારી હત્યા કરી અને પોતે પણ ઝેરી દવા પીધાના બાબરા પોલિસમાં ખબર મળતા પી.એસ.આઈ. ગોસાઈ સહિત સ્ટાફ ઘટના સ્થેળે જવા દોડી ગયાનું જાણવા મળેલ છે.મળતી વિગત મુજબ નીલવડા ગામે જીવાપર ના સીમાડા વિસ્તાર માં ખેતી ની જમીન ધરાવતા કોઈ ઘુઘાભાઈ વેલાભાઈ સાકરીયા (ઉ.વ.૫૨) દ્રારા પોતાની પત્ની વીંટુંબેન (ઉ.વ.૫૦) ની કોદાળી ના ઘા માથા ના ભાગે મારી અને હત્યા કરવામાં આવ્યા બાદ પોતે પણ ઝેરી દવા પીધા ના સમાચાર ગ્રામ્ય સુત્રોમાં થી મળી રહ્યા છે.
મૃતક મહિલા નો હત્યારો પતી કાયમી દારૂ પીવાની ટેવ વાળો હોવાનું અને અવાર નવાર ગૃહ કંકાસ થતો હોવાની ચર્ચા વચ્ચે આજે રાત્રે ૯ વાગ્યા આજુ બાજુ પતી પત્ની વચ્ચે ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતી દ્રારા કોદાળી ના ઘા પત્ની ને મારી દેતા મહિલા શિમ વિસ્તારમાં મોતને ભેટી છે. બનાવ અંગે જાણકારી મળતા પોલિસ સહિત ૧૦૮ ટીમ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. પોલિસ ઈન્સ ગોસાઈ ના જણાવ્યા અનુસાર કુટુંબી સહિત પુછપરછ બાદ હત્યા અંગે સત્ય હક્કીત ઉપ પડદો ઉચકશે હાલ ગૃહ કંકાસ ના કારણે હત્યા કરી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.