રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
ગીરગઢડા તાલુકાના ભેભા ગામે ખાડીયા વિસ્તારમાં રહેતા નાનુભાઈ મોહનભાઈ પરમાર ઉ.વ.૪૦ ના ભાઈ વશરામભાઈના ઘર પાસે ઉભા હતા ત્યારે નાનુભાઈના કાકાનાં દિકરા નિલેશની પત્ની રવિનાબેનની પાંચાભાઈ માલાભાઈ વાજાનાં દિકરા હસમુખ પાંચાએ બે અઢી મહિના પહેલા છેડતી કરેલ હતી ત્યારે ઠપકો આપેલ તે મનઃદુખ રાખી આરોપી પાંચાભાઈ માલાભાઈ, વશરામભાઈના ઘર પાસે ગાળો બોલતો હોય ના પાડતા ઉશ્કેરાઈ જઈ પાંચાભાઈ માલાભાઈ, રાજાભાઈ બચુભાઈ વાજા, કાના બચુ વાજા, રતુભાઈ બચુભાઈ, મનુભાઈ બચુભાઈ, દેવસીભાઈ વાજા, દેવાયતભાઈ કચરાભાઈ ભાલીયા, કલ્પેશ ભાણાભાઈ વાજા, વશરામ બોઘા વાજા, જશોદાબેન રાજાભાઈ વાજા, ગીગાભાઈ ભાલીયા એક સંપ કરી કુહાડી, ધારીયા, લોખંડના પાઈપ, લાકડી છુટ્ટા પથ્થરો લઈ ગે.કા.મંડળી રચી હુમલો કરેલ હતો અને જેમાં વશરામભાઈ મોહનભાઈના માથામાં હાથમાં ગંભીર ઈજા કરી તથા દેવસીભાઈ લાખાભાઈને માથામાં મારમારી ગંભીર ઈજા કરી છુટ્ટા પથ્થરો મારતા ઈજા થતા દવાખાને સારવાર માટે ખસેડેલ હતા. ગીરગઢડા પોલીસને જાણ થતા પી.એસ.આઈ. કલ્પનાબેન એન.અઘેરા ત્થા એ.એસ.આઈ. બીટ જમાદાર ધીરૂભાઈ જોશી, પોસ્ટ સ્ટાફ સાથે પહોચી આરોપીઓ સામે આઈપીસી ક૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૩૩૭, ૫૦૬ (૨), જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષવાળા જશોદાબેન રાજાભાઈ બચુભાઈ વાજરેએ વશરામ મોહન પરમાર, મોંઘીબેન વશરામ, નાનુભાઈ મોહન, સાદુર્લભાઈ ભાયાભાઈ, રાજેશભાઈ દેવીભાઈ, દેવસીભાઈ લાખાભાઈ પરમાર, લાખાભાઈ મેણસી સોલંકી સામે પણ ફરીયાદમાં જણાવેલ કે તેમના દિયર દેવશીનો દિકરો વિપુલ આરોપી વશરામભાઈના ઘરે દુધ લેવા જતા હતા ત્યારે આરોપી વિપુલને કહેલ કે મારે તને જોવો છે. તેમ કહી ઉશ્કેરાઈ જઈ ગાળો આપી આરોપી લાકડી જેવા હથીયાર ધારણ કરી માર મારી છુટ્ટા પથ્થરો મારી કુલ પાંચને ઈજા કરી નાસી ગયા હતા. પોલીસે તેમની પણ ફરીયાદ નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. કલ્પનાબેન એન.અઘેરા કરી રહયા છે.