રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી
જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે રાજપુત કરણી સેના દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી વચ્ચે કોરોના યોદ્ધા તરીકે ફરજ અદા કરનાર પોલીસ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને મીડિયાના મિત્રોનું કરાયું સન્માન પોલીસ કર્મચારીઓએ જીવના જોખમે પોતાના પરીવારની પરવા કર્યા વગર લોકોની સુરક્ષા માટે અડીખમ ઊભા રહ્યા છે ત્યારે આરોગ્ય ટીમ દ્વારા પોતાના જીવની પરવા કર્યા વગર લોકોની સારવાર માટે હંમેશા તત્પર રહ્યા છે. ત્યારે મીડિયા નાં મિત્રો કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં જઈ અને સાચી હકીકત માહિતી લોકો સુધી પહોંચાડે છે અને ખરેખર આ લોકો કોરોના યોદ્ધા સાબિત થયા છે

ત્યારે અંબાજી ખાતે શ્રી કરણી સેના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ રાઠોડ , શ્રી કરણી સેના અને બ્લેક ફાલ્કન સિક્યુરિટી એજન્સીના એમ.ડી. અને એક્સ આર્મી મેન સંદીપ સિંહ રાજપુત અને બ્લેક ફાલકોનસ સિક્યુરિટી એજન્સી નાં મેનેજર વસીમ મેમણ સહિત રાજપૂત સમાજ ના યુવા મિત્રો દ્વારા અંબાજી ખાતે ફૂલ માળા પહેરાવી અને પોલીસ,આરોગ્ય અને મીડિયા કર્મીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સુરપાલ સિંહ બારડ , બંટી ભાઈ, નરેન્દ્ર સિંહ ,જયેન્દ્ર સિંહ , જયેશ સિંહ ,જીગર ભાઈ, બલવિર સિંહ,દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.