રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ કોરોના વાઈરસની મહામારીમાં ગુજરાતભરમાં સતત રાત દિવસ ટૂંકા પગારમાં ડ્યુટી કરતા હોમગાર્ડ જવાનોને લાટી એયુકેશન ટ્રસ્ટ જુનાગઢ દ્વારા અપાઈ રાશન કીટ. હોમગાર્ડ જવાનોની કામગીરીને બિરદાવી હોમગાર્ડ જવાનોમાં ખુશી જોવા મળી ગુજરાત ભરમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભોજન કીટ તેમજ રાશન કીટ સહિતની કીટનું વિતરણ કરતી હોય છે. પરંતુ ગુજરાતભરમાં ટૂંકા પગારમાં રાત દિવસ કોરોના મહામારીમાં રાત દિવસ ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોની પરિસ્થિતિને ધ્યાને લઇ લાટી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ કોરોના યોદ્ધાઓની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ ટ્રસ્ટ દ્વારા 15.કિલોની રાશન કીટ તૈયાર કરી જૂનાગઢના વંથલી માણાવદર બાટવા કેશોદ અને માંગરોળ શીલ કીટ વિતરણ કરેલ, જેમાં આજે માંગરોળ હોટલ હોનેસ્ટના માલિક મામા સરકાર રાજભા ચુડાસમા તેમજ જૂનાગઢ લાટી ટ્રસ્ટના પ્રમુખ અનુરીતસિંહ જાડેજા તેમજ લાતી ટ્રસ્ટ મંત્રી ડો.જેવલ વસરા, હોમગાર્ડ ડી.વાય.એસ.પી યોગેશ ડોબરીયા તેમજ ક્ષત્રિય સમાજ પ્રનુખ પ્રતાપસિંહ ચુડાસમા દ્વારા માંગરોળ ના હોમગાર્ડના રોજમદાર જવાનોને ફૂલ અનાજ કીટ વિતરણ કરવામાં આવેલ છે.