જૂનાગઢ : માંગરોળ શેઠફળિયા વિસ્તારમાં એક ઇશમ ચોરી કરવાના ઈરાદાથી ઘરમાં ઘુસ્યો, આસપાસના લોકોને જાણ થતા પોલીસના હવાલે કરાયો

Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શેઠ ફળીયા વિસ્તારમાં સાત સ્વરૂપ હવેલી પાસે રહેતા દેવી બેન એરડા પોતે ફળ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગતરોજ મકાનમાં બપોરના સમયે એક યુવાન અજય ઉર્ફે પલ્લી મકાનના ઉપરના ભાગે તાળું તોડતા નજરે ચડ્યો હતો. દેવી બહેનએ ચોર ઘુસી ગયા હોવાથી બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ પોલિસ ને જાણ કરતા, પોલિસે તપાસ કરતા ઉપરોક્ત શખ્સ ઘરમાંથી મળી આવ્યો હતો. પોલિસ દ્વારા મહિલાની ફરિયાદ લઈ નોંધી પલ્લી નામના ઇશમ સામે ગુન્હો નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાવ પણ આ ઈસમ દ્વારા આસપાસના ઘણા મકાનોમાં ચોરી કરવાના પ્રયત્નો કર્યા છે તેમજ ઉપરોક્ત મહિલાના મકાનમાં અગાવ પણ રોકડ રકમ અને ઘણી વસ્તુઓ ચોરી ગયેલ હતો અને ફરિયાદ કરશો તો મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.

પોલિસ દ્વારા આ ઈસમ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવુ સ્થાનિકોએ માંગણી કરી છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *