રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
ભારત અને ગુજરાતમાં કોરોના વાઈરસના સંકટ વચ્ચે ગુજરાતના ખેડૂતોને બીજી નાનકડી આફત આવી પડી છે ત્રણ ચાર દિવસ પહેલા સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાના ગામોમાં તીડનું ઝુંડ આકાશમાં ઉડતું જોવા મળ્યું હતું. સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લામાં આવેલા ખેતરોમાં તીડે ભયંકર આક્રમણ ફેલાવ્યું હતું. જોકે આ ઘટના સાત આઠ મહિના પહેલાં સરહદની નજીકના પાલનપુર, બનાસકાંઠાના ગામોમાં તીડનું આક્રમણ જોવા મળ્યું હતું અને લાખો રૂપિયાના પાકોનું નુકસાન થયું હતું. ત્યારે ત્રણ દિવસ પહેલા અમદાવાદ જિલ્લામાં, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લામાં પણ ફરી તીડ જોવા મળ્યા હતા. ગઈકાલે માંડલ તાલુકાના શેર ગામે તીડનું ઝુંડ જોવા મળતાં ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. શેર ગામમાં ખેતીની સીમમાં બાગાયતી પાકો પર આ તીડ બેસી જતાં દાડમની ખેતીના પાક બગડવાની ભીતી સર્જાઈ છે.