રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ગુજરાત રાજ્યમાં ૨૩ માર્ચ ૨૦૨૦ થી લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતુ. જે અન્વયે ભાવનગર શહેર તથા જિલ્લામાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતુ. કોરોના અંગેની ગંભીર સ્થિતિનો ફેલાવો થાય તે પૂર્વે જ ભાવનગર જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય શીતલબેન સોલંકીની સુચના અને માર્ગદર્શન અન્વયે તા.૦૬-૦૩-૨૦૨૦ થી જ રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદ અમૃતપેય ઉકાળાનુ અને હોમિયોપેથીક આર્સેનીક આલ્બ ૩૦નુ વિતરણ શરૂ કરવામાં આવેલ હતુ તથા લોકોમાં કોરોના અંગે જન જાગૃતિ લાવવા (IEC) સ્વસ્થ વૃત માર્ગદર્શનની આપવાની શરૂઆત કરવામાં આવેલ હતી.
ત્યારબાદ આયુષ મંત્રાલય, ભારત સરકારની ગાઇડલાઇન મુજબ અને નિયામક શ્રી આયુષ ગાંધીનગરની સુચના, પરિપત્ર અને આદેશો અનુસાર આયુર્વેદ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જે મુજબ કોરોનાથી બચવા માટે લોકોને અમૃત પેય ઉકાળાનું વિતરણ કરવુ, હોમિયોપેથીક આર્સેનીક આલ્બ ૩૦નુ વિતરણ કરવામાં આવે છે. ભાવનગર જિલ્લાના પોલીસ કર્મચારી તથા અન્ય ફ્રન્ટ લાઇન કોવીડ યોધ્ધાઓને આયુર્વેદ ઉકાળા તથા સશમની વટી, હોમિયોપેથીક આર્સેનીક આલ્બ ૩૦નુ વિતરણ કરવામાં આવેલ હતુ અને સ્રરકારી આયુર્વેદ દવાખાનુ રૂવા દ્વારા CISF અને એરપોર્ટ સ્ટાફ ભાવનગરને સાત દિવસ આયુર્વેદિક ઉકાળા આપવામાં આવેલ છે અને જેલના કેદિઓ તથા કર્મચારીઓને આયુર્વેદ રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળા, સશમની વટી અને હોમિયોપેથીક દવાનુ વિતરણ કરવામાં આવેલ છે.
મોટી રાજસ્થળી ખાતે ચાલતા મનરેગાના કામમાં રોકાયેલ શ્રમિકો હોમિયોપેથિક દવાનું અને ચોગઠ ગામ ખાતે ચાલતા મનરેગાના કામમાં રોકાયેલ શ્રમિકોને અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
ભાવનગરમાં કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓનું ક્લોઝ કોન્ટેક્ટને સમરસ હોસ્ટેલ ખાતે તથા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. નિયામકશ્રી આયુષની સુચના મુજબ ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓને આયુર્વેદિક ઉકાળા અને સશમની વટીનું અને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. જે પ્રિવેંનટીવ કામગીરી છે. જ્યારે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ મંજુરી અન્વયે કોવિડ્-૧૯ના દર્દીઓની CCC અને DCHC સેન્ટર સર ટી. હોસ્પીટલ ભાવનગર ખાતે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર શરૂ કરવામાં આવી છે.
કોવિડ-૧૯ કામગીરીની આકડાકીય માહિતી જોઈએ તો હાલ ૩,૩૨,૪૯૩ લાભાર્થીઓને આયુર્વેદિક અમૃતપેય ઉકાળા, ૩,૦૦,૨૦૬ લાભાર્થીઓને હોમિયોપેથીક આર્સેનીક આલ્બા ૩૦, ૨૩,૫૫૫ લાભાર્થીઓને સશમની વટી, ૬૩૬ સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરન્ટાઇન થયેલ લોકોને આપવામાં આવેલ સારવાર, ૧૯૩ ભાવનગર શહેરમાં હોમ-ક્વોરન્ટાઇન થયેલ લોકોને આપવામાં આવેલ સારવાર, ૬૦૦ જેલ કેદિઓને આપવામાં આવેલ આયુર્વેદ સારવાર, ૯૨૧ જેલ કેદિઓને આપવામાં આવેલ આર્સેનીક આલ્બા૩૦, ૧૩૫૯ ઓન ડ્યુટી / પોલિસ કર્મચારી ને આપેલ આયુર્વેદ અને હોમિયો સારવાર, ૧,૩૧૬ પોલિસ કર્મચારી ને પરીવાર ને આપેલ આયુર્વેદ અને હોમિયો સારવાર, ૫૬૦ સ્રરકારી આયુર્વેદ દવાખાનુ રૂવા દ્વારા CISF અને એરપોર્ટ સ્ટાફ ભાવનગરને સાત દિવસ આયુર્વેદિક ઉકાળા વિતરણ કરવામા આવેલ છે.