રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
આજરોજ આરોપીને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા.
અમરેલી પોલીસ અધ્યક્ષ શ્રી નિર્લેપતરાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી એ.એસ.પી. શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ દ્વારા આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતીં જેમા અમરેલીના એ.એસ.પી શ્રી પ્રેમસૂખ ડેલૂ સાહેબ દ્વારા જણાવ્યું હતું કે અમરેલી જીલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી નિર્લેપત રાઈ સાહેબની સૂચના અને મદદનીસ પોલીસ અધ્યક્ષ શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ તથા નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી કે.જે.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.ઈનચાર્જ પોલીસ ઈન્સ્પેકટર શ્રી આર કે કરમટા સાહેબ પોલીસ સબ ઈન્સપેક્ટર પી.એન.મોરી તથા ઓ.જી.પોલીસ ઈન્સ્પેકટર કે.ડી.જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર શ્રી.એમ.એ.મોરી અને સાવરકુંડલા ટાઉન પોલીસ ઈન્સ્પેકટર શ્રી આર.આર.વસાવા સાહેબ નાઓની ટીમની સખ્ત જહેમત બાદ અનડીટેકટ ત્રણ વર્ષ ની બાલીકા ઉપર ગૂજરેલ દૂષ્ક્રમ ગુન્હાનો આરોપી સત્વરે શોધી કાઢી ગુન્હાને ડીટેકટ કરવા આપેલ સૂચના તેમજ માર્ગદર્શન મુજબ કામગીરી કરી આરોપીને ગણતરીના કલાકોમાં ધડપકડ કરી દૂષ્ક્રમના દુઃખદ ગુન્હાને ડીટેકટ કરી ભેદ ઊકેલેલ છે.
ધડપકડ કરેલ આરોપી રાજૂ ઊર્ફે રાજૂ કડી નારણભાઈ માંગરોળીયા ઊ.વ.(35) રહેવાસી સાવરકુંડલા રેલ્વે સ્ટેશન પાસે, જી.અમરેલી. આ ગુન્હા ફરિયાદીની સગીરવય ની દિકરી ઊ.વ.ત્રણ વાળીને આ ગુન્હા નો આરોપી ફરીયાદીના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ભોગબનનાર બાલીકા સાથે બળજબરીથી દૂષ્ક્રમ ગુજરી ગુનો આચરેલ છે. આ ગુન્હાના આરોપી સામે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન બી.પાર્ટ દ્વારા ઈ.પી.કો.કલમ (363) (366) (376) તથા એ.બી. (377) તથા (પોસકો) એક્ટ કલમ.(4) (6) (8) (10) મુજબનો ગુન્હો તા.21/05/2020/ ગુરૂવાર ના રોજ સાવરકુંડલા ટાઉન મણીનગર વિસ્તારમાં બનવા પામેલ છે ઘટનાની જાણ થતાં જ અમરેલી જીલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી નિર્લેપત રાઈ અને સમગ્ર અમરેલી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી ભોગ બનનાર બાલિકાના ભાઈ ની પૂછ પરછ કરતાં જાણવાં મળ્યુ હતું કે, ગુન્હો આચરનાર આરોપી બાઠીયો અને થોડો જાડો તથા થોડી થોડી દાઢી અને મોટાવાળ વાળો તથા ખંભે લાલ કલર જેવો ગમછો રાખેલ તેવા વ્યક્તિનું વર્ણન બતાવતાં તેવા વર્ણન વાળા શંકાસ્પદ વ્યક્તિઓને પૂછ પરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી તે પૈકી ઉપરોક્ત વર્ણન વાળા ઈસમની યુક્તિ પ્રયુક્તિથી સગન પૂછ પરછ કરતાં તેને ગુન્હો આચરેલની કબૂલાત આપતા જણાવ્યું કે પોતે ઘણા સમયથી એકલો રહેતો હતો અને ભોગબનનાર ઝૂંપડા પાસે તેની બેઠક હતી અને પોતાની દાનત ખરાબ થતા પોતાનું મનસૂબો પાર પાડવા રાત્રી ના સમયે ઝૂંપડા મા સૂતેલી બાળકીને ઊપાડી રીક્ષા મા બેસાડી સાવરકુંડલા જેસર રોડ પર અવાવરુ જગ્યાએ લઈ જઈ દૂષ્ક્રમ આચરેલ ગુન્હા ની કબૂલાત આપતા આરોપી ની આજરોજ ધડપકડ કરવામાં આવેલ છે જે ગુન્હા ની તપાસ સાવરકુંડલા પોલીસ ઈન્સ્પેકટર શ્રી આર.આર.વસાવા ચલાવી રહ્યા છે.