રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય શાખા અને પોલીસ વિભાગ કોરોના વાયરસના સંક્રમણ ન ફેલાય તે માટે કામગીરીમાં હંમેશા સર્તક છે.
સરકારશ્રીની ગાઇડ લાઈન મુજબ વતન જવાની મંજુરી મળી ગયા બાદ ગીર સોમનાથ જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતિઓ અને શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. વેરાવળ તાલુકામાં ફસાયેલ ઉતરપ્રદેશના ૧૪૬ પરપ્રાંતિય શ્રમિકોને સેનેટાઈઝ કરેલ ૩ બસ અને જૂનાગઢથી ટ્રેન મારફતે તેમના વતન રવાના કરવામા આવ્યા છે.
તમામ શ્રમિકોની આરોગ્ય શાખાની ટીમ દ્રારા આરોગ્યની ચકાસણી, સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તમામ શ્રમિકોએ માસ્ક પહેર્યા હતા. તમામ શ્રમિકો માટે પીવાના પાણીની, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રમિકોને બસમાં રવાના કરતા પ્રસંગે મામલતદારશ્રી ચાંડેગરા ઉપસ્થિત રહ્યા હતા.