રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
લાઠી ના ભીંગરાડ ગામે ચાલી રહેલ નરેગા યોજનાની મુલાકાત દરમ્યાન અમુક ગામના આગેવાનોએ ખોટી રીતે વિરોધ્ધ કર્યો હતો.
હાલમાં લોકડાઉન છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં નરેગા યોજનાઓના કામો ચાલુ કરવામાં આવેલ છે. ત્યારે બાબરા લાઠી તાલુકાના ગામોમાં પણ નરેગા યોજનાના કામો ચાલી રહ્યા છે. બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મરે આજરોજ લાઠી ભીંગરાડ ગામે ચાલી રહેલ નરેગા યોજના કામોની મુલાકાત લીધી હતી. ત્યાનો એક વિડીયો હાલ સોશ્યિલ મિડીયામાં વાયરલ થય રહ્યો છે અને તે વિડીયો બાબતે અફાવા ફેલાવવામાં આવી રહી છે કે, ત્યા કામ કરતા મજુરોએ વિરજીભાઈનો વિરોધ્ધ કર્યો હતો.
આ બાબતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મરે નિવેદન આપ્યું છે કે, ભીંગરાડ ગામે જ્યારે તેઓ મુલાકાતે ગયા હતા ત્યારે સ્થાનિક સરપંચ, તાલુકા પંચાયત ના પ્રમુખ સહીત આગેવાનો તેમની સાથે હતા. તેમજ ત્યાં કામ કરતા મજુરોની વાત પણ તેમણે સાંભળી હતી, મજુરો ને સંતોષ પણ હતો. તે સમયે ગામના પૂર્વ સરપંચ આવી ખોટી રીતે બબાલ કરવા લાગ્યા હતા અને માત્ર આંતરીક વિવાદ ના કારણે વિરોધ્ધ કરવા આવ્યા હતા. તેઓ જણાવે છે કે અમારી વિરૂધ્ધ મા મજુરોને ઉશ્કેરવા આવા વલણો કરતા હોય તેવું લાગી રહ્યું છે. તે બાબત નો એક વિડીયો હાલ સોશિયલ મીડીયા પર ખોટી રીતે વાયરલ કરવામા આવી રહ્યો છે.
વધુમાં વિરજીભાઈ જણાવ્યું છે કે, વિડીયો સાથે લખાણ પણ વાયરલ કરવામાં આવ્યું છે કે મજુરોએ વિરજીભાઈનો વિરોધ્ધ કર્યો પણ સત્ય તો એ હતું કે મજુરોને વિરજીભાઇના કામોથી સંતોષ હતો. તેથી જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તે ખોટો છે આ સમગ્ર બાબતની વિરજીભાઈ આજરોજ એક નિવેદન આપી જણાવ્યું છે.