રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
સમગ્ર દેશમાં કોવીડ-૧૯ ના સંક્રમણને કારણે લોકડાઉન અમલમાં છે. જેના ભાગરૂપે લોકો જાગૃત થાય અને કોરોના સામેની લડાઇ જીતી શકીએે તે માટે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી કોવીડ-૧૯ નાં સાવચેતીના સ્ટીકર બનાવવામાં આવ્યા છે. ચોકસી કોલેજના એન.એસ.એસ.ની ટીમ દ્વારા શહેરમાં મુખ્ય બજાર, પેટ્રોલપંપ, બેન્કો વિગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવાં,સોશ્યિલ ડિસ્ટન્સ રાખવા, માસ્ક પહેરવા અપીલ સાથે જાહેરમાં થુકવું નહી, કચરો કચરા પેટીમાં નાખવા, ચોકસી કોલેજના એન.એસ.એસ. ના કાગરીયા પ્રણવ, સાહિલ સમાનાણી, પ્રકાશ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.