રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા ના આદેશ અનુસાર છોટાઉદેપુર શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાત કિસાન સેલ ના પ્રમુખ શ્રી પાલભાઈ આંબલીયા ઉપર પોલીસ દ્વારા અમાનુષી માર મારી લોકશાહી ની હત્યા કરી છે, તેના વિરોધમાં ન્યાય ની માંગણી અને માર મારનાર પોલીસ અધિકારીઓ ઉપર કાયદાકીય પગલાં ભરવાં માટે છોટાઉદેપુર કલેકટરને આવેદનપત્ર આપવા માં આવ્યુ.