રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદી ની સફેદ રેતીની માંગ ગુજરાત રાજ્ય અને આંતર રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે ખૂબ મોટા પ્રમાણમા હોવાથી બિલાડીના ટોપ ની જેમ રેતી માફિયાઓ ઓરસંગ નદીમાં ઠેર ઠેર ફૂટી નિકળ્યા છે ત્યારે વિશ્વ કૉરૉના મહામારીને લઈ સમગ્ર દેશમાં લોકડાઉંન શરૂ થતા રેતી ખનન પ્રવૃતિ ઉપર પણ રોક હતી ત્યારે લોકડાઉંન ની વચ્ચે જ વહીવટી તંત્રએ કૂલ ૩૧ શરતોને આધિન જાહેરનામું બહાર પાડી રેત ખનન ને મંજૂરી આપતા છોટાઉદેપુર ધારા સભ્ય દ્વારા ઍક વિડીયો વાયરલ કરી તંત્ર સામે નારાજગી વ્યકત કરતા જણાવે છે કૅ લોક ડાઉન દરમ્યાન રેતી ખનન બંધ હતુ તે સમય ગાળામા એકપણ અકસ્માત થયો નથી. તેમજ સરકારી તંત્ર દ્વારા કરોડપતિ રેતીની લીઝ ધારકો ને છૂટ આપી તેમણે તાજા કરે છે ત્યારે ઍક શાકભાજી વેચનાર લારી કાઢે તો પોલીસ તેણે ડંડા મારે છે. માટે સરકારી તંત્ર એ જે લીઝ ધારકો ને જાહેરનામુ બહાર પાડી જે પરવાનગી પરત લેવા મુખ્ય મંત્રી ને અપીલ કરી છે બીજી બાજુ આ લીઝ માફીયા ઓ દ્વારા કલેક્ટર છોટા ઉદેપુર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા ની શરત નંબર 27 નો શરેઆમ ભંગ કરી લીઝ વિસ્તારમા ટ્રકોના ઢગલા કરે છે તેવી લોક ચર્ચા ઍ જોર પકડ્યું છે હવે એ જોવું રહ્યુ વહીવટી તંત્ર ધારા સભ્ય ની માંગણી સ્વીકારે છે કે રેત માફીયાઓ ને છૂટૉ દોર આપે છે