રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સરપંચશ્રીઓ દ્વારા તેઓના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી સરદાર સરોવર નર્મદા નિગમના તથા નાયબ કલેક્ટર વહીવટદાર કચેરી કેવડિયા કોલોનીના અધિકારીઓ દ્વારા પોલીસના બંદોબસ્ત સાથે ફેન્સીંગ તથા જમીન સર્વે ની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઇને ગામલોકો તથા અધિકારીઓ અને પોલીસ વચ્ચે વારંવાર ઘર્ષણની ઘટનાઓ જોવા મળી હતી ગામ લોકોનું કહેવું છે કે અત્યારે લોકડાઉન ની પરિસ્થિતિ જાહેર રહી છે તેમ છતા પણ સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા પોલીસ બળ પ્રયોગ નો ઉપયોગ કરીને વારંવાર અમારા વિસ્તારમાં આવી અમોને હેરાન પરેશાન કરી રહેવામાં આવ્યા છે તથા પેસા એક્ટ કાનૂનનો અધિકારીઓ દ્વારા ભંગ થઇ રહ્યો છે અને આ કામગીરી બાબતે થોડા દિવસો પહેલા રાજ્યપાલને પણ જાણ કરવામાં આવી હતી અને રાજ્યપાલશ્રીએ પણ તેઓ ની આ કામગીરી બાબતે કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને યોગ્ય નિર્ણય લેવા માટે જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ આ કામગીરી ચાલુ રહેતા ગામલોકોમાં રોષ ફેલાયો છે જો વહીવટીતંત્ર રાજ્યપાલના આદેશને પણ ગણકારતું ન હોય તો પછી બીજી વાત જ શું? અધિકારીઓ દ્વારા ગામ લોકોને કહેવામાં આવે છે કે તમે જાતે કલેકટર કચેરીએ જઈને કામ રોકાવા માટેની મંજૂરી લઈ આવો અમે આવા બીજા કોઈ ઓર્ડર બાબતે કશું જાણતા નથી જેથી સંવિધાન વિરુદ્ધ અધિકારીઓ દ્વારા આ કામગીરી થઇ રહી હોય તેવી ચર્ચા ચાલી રહી છે ગામના સરપંચ શ્રી ઓનું કહેવું છે કે અમારા વિસ્તારમાં કોઇ પણ પ્રકારની મંજૂરી વગર કામ કરવા માટે આવશો તો તેને અયોગ્ય માનવામાં આવશે લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પણ અમારા ગામની સુલેહ શાંતિનો ભંગ તેમજ અવૈધ લૂંટ કરવાના હેતુસર સમજી અધિકારી તથા કોન્ટ્રાક્ટર દ્વારા લાવવામાં આવેલી સાધનસામગ્રી જપ્ત કરાશે તથા તેના પર 10% દંડ વસૂલાશે અને ત્યારબાદ જો ઓર્ડર લેખિતમાં બતાવવામાં આવશે તો જ સાધન સામગ્રી છોડવામાં આવશે તેવી ધારદાર રજૂઆત આવેદનપત્રો માં ગરુડેશ્વર તાલુકાના સરપંચો દ્વારા કરવામાં આવી હતી.