રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ગુજરાત કિસાન કોંગ્રેસ ના ચેરમેન શ્રી પાલભાઈ આંબલીયા પ્રધાનમંત્રી રાહત ફંડ માં ખેત જણસો જમા કરાવવા જતા હતા ત્યારે પોલીસે એમની ધરપકડ કરી અને એમને બેફામ રીતે માર માર્યા એ ઘટના ને વખોડતા અમરેલી જિલ્લા કોંગ્રેસ ના આગેવાનો દ્વારા આજે આવેદન પત્ર આપવામાં આવ્યું અને જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
સામન્ય અને મધ્યમ વર્ગને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ થઈ ગયો છે ત્યારે ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાય ગયા છે આ મોંઘા કાતર, બિયારણ, જંતુ નાશક દવાઓ, મોંઘી વીજળી, સહિત ના કારણે દિવસે ને દિવસે ખેતી અને ખેત પેદાશો મોંઘી થતી જાય છે. પરંતુ ખેડૂતો ને ખેત ની પેદાશો ના ભાવ મળતા નથી ત્યારે ખેડૂતના પ્રશ્નો ને તંત્ર સુધી પહોંચે અને તંત્ર ના અધિકારીઓ જાગૃત થાય તે હેતુસર ખેડૂત આગેવાન અને કોંગ્રેસ કિસાન ચેરમેન પાલભાઈ ડુંગળી સહિત ની ખેત પેદાશો પ્રધાનમંત્રી રાહત ફન્ડ માં જમા કરાવવા નો પ્રતીકાત્મક કાર્યક્રમ રાજકોટ કલેક્ટર શ્રી સમક્ષ જાહેર કર્યો હતો.