હાલોલ GIDC વિસ્તારમાં મલ્ટી યુઝ પ્લાસ્ટિકના ઝભલા ઉત્પાદન કરતા એક એકમ સામે આજે મોટી કાર્યવાહી કરવામાં આવી. હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની આગેવાની હેઠળ ટાસ્કફોર્સની ટીમે આ કાર્યવાહી કરી.એકમમાંથી 35 ટન પ્લાસ્ટિકના દાણા અને 5 ટન પ્લાસ્ટિકના ઝભલા મળી કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ત્યારબાદ એકમને સીલ કરી દેવામાં આવ્યું.




આ કાર્યવાહી જિલ્લા કલેક્ટરના આદેશ બાદ કરવામાં આવી. અગાઉ નગરપાલિકાની હદ બહારના વિસ્તારમાં થયેલી કાર્યવાહીને લઈને વિવાદ સર્જાયો હતો. આ વિવાદ બાદ જિલ્લા કલેક્ટરે ટાસ્કફોર્સની રચના કરવા હુકમ કર્યો હતો. નગરપાલિકાએ અગાઉ જપ્ત કરેલા પ્લાસ્ટિકમાંથી બ્લોક અને બાંકડા જેવી વિવિધ વસ્તુઓ બનાવી છે. આ દ્વારા સાબિત થયું છે કે આ પ્લાસ્ટિક મલ્ટી યુઝ છે, છતાં એકમો સામે સિંગલ યુઝ પ્લાસ્ટિકના નામે કાર્યવાહી કરવામાં આવી રહી છે
હાલોલ GIDCમાં આવેલા પ્લાસ્ટિકના ઝભલા બનાવતા સેંકડો એકમો સામે થયેલી કાર્યવાહીને કારણે અનેક ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. આના કારણે હજારો કામદારો બેરોજગાર બન્યા છે. આજની કાર્યવાહી બાદ બેરોજગારીનો આંકડો વધુ વધવાની સંભાવના છે.