Editor : Dharmesh Vinubhai Panchal
પંચમહાલ જિલ્લા હાલોલ જીઆઈડીસી માં પ્લાસ્ટિકનાં ઝભલા બનાવતી કંપનીઓ પર હાલોલ નગરપાલિકા દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમ્યાન બેદરકારી સામે આવતા નગર પાલિકા દ્વારા 19 લોકો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
હાલોલ GIDC માં પ્લાસ્ટિકની કંપનીઓ ઉપર કાર્યવાહી હાથ ધરી છે. હાલોલ જીઆઈડીસીમાંથી 650 ટન પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
હાલોલ નગર પાલિકા દ્વારા 12 કરોડથી વધુની કિંમતનું પ્લાસ્ટિક 28 કંપનીઓમાંથી જપ્ત કર્યું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટિક હાલોલ GIDC માં મેન્યુફેકચર કરી સમગ્ર ભારત માં વેચાણ માટે જતું હોય છે . ઝાભલા પેકિંગ ઉપર વધુ માઈક્રોનની જાડાઈ દર્શાવવામાં આવ્યું હોવા તપાસમાં સામે આવ્યું. 20 માઈક્રોનની બેગ ઉપર 120 માઈક્રોનનો સિમ્બોલ લગાવવામાં આવતો હતો.
અગાઉ જીઆઈડીસીમાં ટોળાએ પોલીસકર્મીઓ સાથે બબાલ કરી હતી.
19 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ.
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મહાવીર જૈન તેમજ વિકાસ લાઠી, દિનેશ ઠક્કર, બીટ્ટુ લાઠી, હિતેશ ઉર્ફે દિલ્લી જૈન, કિશોર જૈન અને તેમના ભાઈ મહાવીર જૈન, મહાવીર જૈનનો પુત્ર, દિનેશ વાપી, મહાવીર તીખી અને તેના ભાઈ અંકુર જૈન, સહિત 19 લોકોની ઓળખ થવા પામી છે. ત્યારે હાલોલ પોલીસે આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડતા ગેરકાયદેસર એકમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાહેરાત