પંચમહાલ જિલ્લામાં ઉત્તરાયણની ઉજવણીને વધુ સુરક્ષિત અને આનંદમય બનાવવા માટે કાલોલ પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે. કાલોલ પોલીસ ઇન્સ્પેકટર આર ડી ભરવાડ ના માર્ગદર્શન હેઠળ, કાલોલ પોલીસ સ્ટેશનના Psi પી કે ક્રિશ્ચન અને કાલોલ ટાઉન Asi ભાવેશ ભાઈ ની આગેવાનીમાં કાલોલ પોલીસ સ્ટાફે શહેરની વિવિધ જગ્યાઓ જઈને વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માત્ર પતંગનું વિતરણ જ નહીં, પરંતુ બાળકોને સાઇબર ક્રાઇમ ની જાગૃતતા આવે અને ઉત્તરાયણ દરમિયાન ધ્યાનમાં રાખવાના સુરક્ષાના મહત્વપૂર્ણ પાસાઓ વિશે પણ માહિતી આપવામાં આવી. પોલીસે બાળકોને સલામત રીતે તહેવારની ઉજવણી કરવા માટેના વ્યવહારિક સૂચનો આપ્યા અને તેમને જવાબદારીપૂર્વક આનંદ માણવા પ્રોત્સાહિત કર્યા હતા.
જાહેરાત
આ નવતર પહેલથી પોલીસ અને સમાજ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ખાસ કરીને બાળકોમાં પોલીસ પ્રત્યેનો ડર દૂર થઈને વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. આવા સામાજિક કાર્યક્રમો થકી કાલોલ પોલીસ વિભાગ સમાજ સાથે સીધો અને સકારાત્મક સંવાદ સ્થાપી રહ્યું છે, જે સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધોને વધુ સુદૃઢ બનાવવામાં મદદરૂપ થશે.