Panchmahal / કાર્યવાહી; કાલોલ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક ઇસમને પકડી પાડ્યો.

breaking Gujarat Kalol Latest Madhya Gujarat

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ


ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ પર કાલોલ પોલીસે વોચ રાખતાં શહેરના ડેરોલ સ્ટેશન નજીકથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને પોલીસે પકડી પાડ્યો હતો. તેવામાં  પતંગ રસિયા લોકો અમુક અંશે ચાઈનીઝ દોરીઓનો ઉપયોગ કરતા હોય છે ચાઈનીઝ દોરીના ઉપયોગ થી જાહેર માર્ગ ઉપર અવર-જવર કરતા રાહદારીઓ તેમજ પશુ-પક્ષીઓને જીવલેણ ઈજાઓ થતી હોય છે તેથી ચાઈનીઝ દોરી ના વપરાશ, વેચાણ અને સંગ્રહ ઉપર પ્રતિબંધ મૂકવા માં આવ્યો છે.

કાલોલ પોલીસ ઇસ્પેક્ટર આર.ડી.ભરવાડ, એ એસ આઇ ચંદનસિંહ અને કલોલ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી રાહે ડેરોલ સ્ટેશન નાળાની બાજુમાં એક ઈસમ થેલીમાં ચાઈનીઝ દોરાની રીલ ફિરકાઓ લઈને ઉભો છે  બાતમીના આધારે કાલોલ પોલીસે તે ઇસમને પકડી તેનું નામ પૂછતાં તેને તેનું નામ હિતેશ કુમાર અજબસિંહ સોલંકી,  રહે , સાગાના મુવાડા તા.કાલોલ જણાવ્યું હતું તેના હાથમાં રહેલી થેલીમાંથી ચાઈનીઝ દોરીની કુલ નંગ-૪ જેની કુલ કિંમત રૂ,૮૦૦/- સાથે ઝડપી પાડયો હતો અને જાહેરનામા ના ભંગ બધાલ ની કાર્યવાહી હાથ ધરી હતી.


જાહેરત


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *