એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
- કાલોલ ની શાંતિનિકેતન વિદ્યા સંકુલ માં સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી.
- મસાલ પ્રગટાવી રમોત્સવ નો પ્રારંભ કરાયો.
- બાળકો , શિક્ષકો તેમજ વાલીઓએ રમોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો..
કાલોલ નગરમાં આવેલ શાંતિનિકેતન વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક રમોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો, બાળકોના શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ તેનામાં રહેલી પ્રતિભા બહાર આવે તેવા હેતુથી કાલોલ ની શાંતિ નિકેતન વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક રમોત્સવ ૨૦૨૪-૨૫ નું આયોજન કરવા આવ્યું હતું.
જેમાં આમંત્રિત મહેમાનો પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલ સિંહ જાદવ, કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ , કાલોલ તાલુકા બીજેપી પ્રમુખ મહીદિપસિંહ ગોહિલ , કાલોલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ સેફાલીબેન ઉપાધ્યાય , પૂર્વ નગરપાલિકા સભ્ય જોષનાબેન બેલદાર, કાલોલ ભાજપ યુવા મોરચા ના મહામંત્રી હર્ષ વ્યાસ, પંચમહાલ જિલ્લા ભાજપા યુવા મોરચા ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર અને શાળાના ટ્રસ્ટી સીમાબેન ચૌધરી, વિનય ચૌધરી સહિત શાળાના મોભી ગણાતા શરીન ચૌધરી હાજર તમામ મહાનુભાવો એ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
ભવ્ય અને દબદબાપે ઉજવાયેલા આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ હતી ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું
વિદ્યાર્થીઓ દ્વારા મસાલ રહેલી માર્ચપાસ્ટ યોગા કરાટે પિરામિડ સહિતની વિવિધ રમતો રમાઈ હતી.
કાર્યક્રમના અંતે શાળાના ટ્રસ્ટી સીમાબેન ચૌધરી તેમજ ઉપસ્થિત મહાનુભવો દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેમજ રમતગમત ક્ષેત્રે સારા પ્રદર્શન બદલ ઇનામ વિતરણ અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જાહેરાત