રાજકોટના શાપરમાં 11 વર્ષીય બાળકનું પતંગ લેવા જતા કરંટ લાગતા મોત થયું.
ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે લોકો માટે ચાઈનીઝ દોરી તો જીવલેણ સાબિત થઈ જ રહી છે. તો બીજી તરફ બેકાળજીના કારણે રાજકોટમાં 11 વર્ષીય બાળકનું લાઈટના પોલ પરથી પતંગ લેતા મોત થયું છે.
11 વર્ષીય બાળકનું વીજ કરંટથી મોત
રાજકોટના શાપરમાં 11 વર્ષીય બાળકનું પતંગ લેવા જતા મોત થયું છે. ધાબા પરથી ઇલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલથી વીજ કરંટ લાગતા પુષ્પવીર શર્મા નામના કિશોરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું છે. મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કાળજી પૂર્વક પતંગ ચગાવવી ખુબ જરીરી છે. કારણ કે, ઘણીવાર થાબા પરથી પડી જવાના કિસ્સાઓ આવતા હોય છે તો કેટલીક વાર વીજ પોલ પરથી પતંગ લેવા કરંટ લાગવાની ઘટના બનતી હોય છે.