કિસ્સો / જોઇ લો સોશિયલ મીડિયાના વળગણનું પરિણામ!..બાળકી ઘર છોડીને ભાગી ગઈ

breaking Education Latest


ધો. 5માં ભણતી બાળકી ઘર છોડીને ભાગી ગઈ, અપહરણ કેસમાં ફૂટ્યો નવો જ ફણગો ફૂટ્યો..


અરવલ્લીના ધનસુરામાં સોશિયલ મીડિયાના વળગણનું ગંભીર પરિણામ દાખવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે ધોરણ 5માં ભણતી બાળકી ઘર છોડીને ભાગી ગઈ હતી.


સોશિયલ મીડિયાના વળગણના કારણે બાળકો અમુક વાર એવું કામ કરી બેસે છે જેના કારણે વાલીઓ સહિત પોલીસ પણ ચોંકી ઉઠે છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં એક એવો જ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ધોરણ 5માં ભણતી બાળકી ઘર છોડીને પોતાના સગીર પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પ્રથમ તો આ બાળકીના અપહરણનો કેસ દાખલ થયો હતો. પરંતુ તપાસ કરતા અપહરણના કેસમાં નવો જ ફણગો ફૂટ્યો છે.

૧૦ વર્ષના બાળકોને પ્રેમ થયો

મળતી માહિતી મુજબ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટનામાં ધોરણ 5 માં ભણતી 10 વર્ષની બાળકીની અપહરણ થયું હતું. આ અપહરણ કેસમાં પોલીસ તપાસમાં ચોકાવનારા ખુલાસા થયા હતા. જેમાં ઈન્સ્ટાગ્રામ – સોશિયલ મીડિયા ઉપયોગથી બાળકી અને સગીર પ્રેમીએ ઘર છોડ્યું હતું. ૧૦ વર્ષના બાળકોને પ્રેમ થઈ જતા ઘર છોડી ભાગ્યા હતા. જેમાં અન્ય ત્રણ કિશોરીઓની મદદ લઈ સગીરે બાળકીનું અપહરણ કર્યું હતું.

આ ઘટનામાં સોશિયલ મીડિયાના ઉપયોગથી પ્રેમ પાંગર્યો હતો. જ્યારે બીજી તરફ બાળકીનામાં પિતાને સોશિયલ મીડિયા એટલે શું એ પણ ખબર નથી. ત્યારે ઘટનાને લઇ પોલીસે તપાસ કરતા ગણતરીના કલાકોમાં નજીકના ગામમાંથી બંને મળી આવ્યા હતા. ત્યારે આમાં પોલીસે પોસ્કો અને અપહરણનો ગુન્હો દાખલ કર્યો હતો. અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઓબ્સર્વજેશન સેન્ટર ખાતે મોકલાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *