રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા,અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આબલીયાળા ગામના લોકો અમદાવાદ તેમજ સુરતમાં ફસાયેલા લોકોને પરત આવવાની કલેકટર શ્રી દ્વારા પરવાનગી આપવામાં આવી. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આબલીયાળા ગામમા આજરોજ આબલીયાળા FHW કેન્દ્રના ડોકટરો દ્વારા બહારથી આવેલા લોકોને હોમકોરન્ટાઇન કરવામાં આવ્યા. પૂરા ભારત દેશમાં જયારે કોરોના વાઇરસ જેવી બીમારીથી ચિંતાતુર છે ત્યારે આપણાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૭ મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. તે અપીલને માન આપીને આબલીયાળા ગામનાં સર્વ ગ્રામજનો દ્વારા શ્રી વડાપ્રધાનના નિર્ણયને સમર્થન આપશે.
સૌથી અગત્યની બાબત એ છે કે આબલીયાળા ગામનાં લોકો સુરત તેમજ અમદાવાદથી પોતાના ઘેર પરત આબલીયાળા ગામમાં આવતાની સાથે જ આબલીયાળા ગામનાં Fhw ડોકટરોના મેનેજર, ડોકટર દક્ષાબેન ભટ્ટ આશા વર્કર દયાબેન ચાવડા સરપંચ ભાવેશભાઈ જાદવ તાલુકા પંચાયતમા T. P. O. સાહેબ C. D. P.O દ્વારા ખાસ મુલાકાત લીધી હતી અને કોરાના વાયરસ ફેલાવો રોકવા અંગે લોક જાગૃતીની માહિતી આપવામાં આવી હતી.
સરપંચ ભાવેશભાઈ દ્વારા લોકોને ૧૫ દિવસ ઘરની બહાર નીકળવું નહિ ઘરે રહીને હેન્ડ હોશથી હાથ ધોવા તેમજ કોઈને હાથ ન મિલાવવાનુ અને ઘરના લોકોથી ૧ મીટરની દૂરી બનાવી રાખવાનું જણાવ્યુ હતુ અને ઘરના લોકો થી 1 મીટર ની દુરી પરથી વાત કરવી તેમજ માસ્ક હંમેશા પહેરવો તેમજ અનેક સૂચનોઓ લોકોને આપવામા આવી હતી.
સુરત તેમજ અમદાવાદથી આવેલ આબલીયાળાના લોકો દ્વારા ડોક્ટરોનાં સૂચનોનું ખૂબ જ સારી રીતે પાલન કરવામાં આવી રહ્યુ છે. FHW ડોકટરો અને તલાટી મંત્રી તેમજ સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઈ રહે કાયદાનું પાલન થાય અને લોકો સુરક્ષિત રહે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.