Jaipur ના ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ અજમેરા ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના ગેસ લીકેજથી 200 મીટર સુધી ઓક્સિજન ફેલાયો રાજસ્થાન (Rajasthan)ની રાજધાની જયપુર (Jaipur)ના VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ગેસ લીકેજની ઘટના…
- Jaipur ના ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ
- અજમેરા ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના
- ગેસ લીકેજથી 200 મીટર સુધી ઓક્સિજન ફેલાયો
રાજસ્થાન (Rajasthan)ની રાજધાની જયપુર (Jaipur)ના VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પ્લાન્ટના 29 ટનના ઓક્સિજન ટેન્કરનો વાલ્વ તૂટી ગયો હતો, જેના કારણે 200-300 મીટર સુધી ઓક્સિજન લીક થયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, સિવિલ ડિફેન્સ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને પ્લાન્ટમાં ગેસ લીકેજને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. લીક થવાને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલમાં પ્લાન્ટમાં ઓક્સિજનનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.