વડોદરાના નવાપુરા વિસ્તારમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોલરમાં લગાવેલી ટાઈથી ગળે ટૂંપો આવતા 10 વર્ષના બાળકનું અણધારું મોત નિપજ્યું હતું.
ઘણીવાર માતાપિતાની બેદરકારીના કારણે બાળકોને મુશ્કેલી વેઠવાની વારી આવતી હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરાના નવાપુરા વિસ્તારમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો હતો. ઘટનામાં પરિવાર ફંક્શનમાંથી પરત આવ્યો ત્યારે કિશોર હીંચકા પર રમતો હતો. ત્યારે ઘરમાં હિંચકા ઉપર રમી રહેલ 10 વર્ષના કિશોરની ટાઈ હૂકમાં ફસાતા મોત નિપજ્યું હતું.
ટાંઈ હિંચકાના હુંકમાં ફસાઈ ગઇ
હિંચકા પર રમી રહેલ રચીત પટેલની ટાંઈ હિંચકાના હુંકમાં ફસાઈ ગઇ હતી. જેને કારણે ગળે ટૂંપો આવી ગયો હતો. ત્યારે આ ઘટનામાં બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કિશોરનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ પટેલ પરિવારમાં વર્ષો પછી પુત્રનો જન્મ થયો હતો. ત્યારે એકના એક પુત્રનું અકાળે મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.