મહીસાગરમાં પેન્સિલ સેલ બ્લાસ્ટ થતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે. ધોરણ 2ના વિદ્યાર્થીને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. પ્રોજેક્ટ માટે શાળામાં વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરાયું હતું. જે કીટમાં આવેલા પેન્સિલ સેલમાં બ્લાસ્ટ થતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે.
લુણાવાડામાં પેન્સિલ સેલ બ્લાસ્ટ
આ સમગ્ર ઘટનાના પગલે પરિવારે શાળા પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે.
ઈજાગ્રસ્ત માસૂમ બાળક હાલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. લુણાવાડાના લાલસરની ગાયત્રી શાળામાં આ બનાવ બન્યો છે.
શાળાએ પ્રોજેક્ટ માટે આપી હતી કીટ
આધુનિક યુગમાં વધતી ટેક્નોલોજીના ઘણા ફાયદા છે તો કેટલાક ગેરફાયદા પણ છે. ત્યારે શાળામાં પેન્સિલ પાવર સાથે એક પ્રોજેક્ટ બનાવવાનો હતો. જેના પગલે શાળાએ વિદ્યાર્થીઓને કીટ આપી હતી. જે કિટમાં આપેલો એક પાવર બ્લાસ્ટ થયો હતો અને જેના કારણે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પટલ લઈ જવાયો હતો.
જાહેરાત